ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શનિવાર, 20 ડિસેમ્બરે 2026ના ટી20 વર્લ્ડ કપ માટે જાહેર કરેલી ટીમમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવાયા હતાં. વન ડે અને ટેસ્ટના ટીમના કેપ્ટન શુભમન ગિલનું પત્તુ કપાયું હતું, જ્યારે અક્ષર પટેલની વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.